Tuesday 5 September 2017

Happy Teachers Days


Happy Teachers Day...📚
સ્કૂલમાં શિક્ષક દિવસની દર વર્ષે ઊજવણી અનોખી રીતે કરવામાં આવતી.એક દિવસ શિક્ષક બનીને આપણાં જ ક્લાસનાં ક્લાસમેટને ભણાવવાની ખુબ મજા આવતી.જ્યારથી આવી રીતે ઊજવણી કરવામાં આવતી ત્યારથી હું શિક્ષક બનતો અને સૌથી શ્રેષ્ઠ ભણાવવા બદલ એવોર્ડ પણ મળતો.આ બધી ક્ષણો મારા જીવનની ધન્ય ક્ષણો હતી તેવું કહી શકાય.નાનપણમાં શિક્ષક બનેલો તે 9માં ધોરણની આ તસ્વીર ફરી એ સ્મરણો તાજાં કરાવે છે.

Monday 4 September 2017

શેર : કવિ રવિ ડાંગર (મોરબી)


દોસ્ત ક્યારેય અમીર કે ગરીબ હોતા જ નથી ! બસ દોસ્ત એ દોસ્ત હોય છે.પોતાનો દોસ્ત કુટેવોનો ભોગ બનતો હોય તો તેને અટકાવવો એ એક દોસ્તની જ ફરજ છે.દોસ્તનાં ભલે લોકો દિવસો ઊજવે પણ મારા વાલા ! દોસ્તનાં દિવસ નહી પણ દાયકાઓ હોય છે.દોસ્તનાં સંબંધ માત્ર હાથથી નહી પણ પુરા હ્રદયથી જોડાયેલા હોય છે.દોસ્તને ભેટવાની પણ એક મજા હોય છે જે દિલથી ખુશ કરી જાય છે.
     - રવિ ડાંગર (મોરબી)

શેર : રવિ ડાંગર (મોરબી)


આપણી અપેક્ષાઓ અમુક લોકો પાસે ઘણી બધી હોય છે.પરંતુ, તે અપેક્ષાઓ સાર્થક પુરવાર થાય તેવું ભાગ્યે જ બનતું હોય છે.ક્યારેક એવું પણ બને કે આપણી મદદ માટે જરૂર હોય ત્યારે કોઈ ન પણ આવે અને એ આવશે....આવશે....તેવી અપેક્ષાઓ રાખીને રાહ જોયા કરીએ.માણસ પૈસાદાર હોય કે ના હોય પરંતુ, તે પ્રેમદાર ચોક્કસ હોવો જ જોઈએ.
 - રવિ ડાંગર  (મોરબી)