Good Morning Gujarat With Ravi Dangar


આજે વિશ્વ ઘડિયાળનાં સેકન્ડકાંટાની માફક પ્રગતિનાં પંથે વિકાસ કરી રહ્યું છે.માણસનાં જીવનમાં સાહિત્યનું અનેરું મહત્વ રહ્યું છે.ગુજરાતી સાહિત્યનાં દરેક કવિની કલમમાં માતૃભાષા ગુજરાતી પ્રત્યેનો પ્રેમ છલકાતો નજરે પડે છે.આજનાં સમયમાં મોટાં મોટાં મુશાયરાઓ થવા લાગ્યા છે તે ખરેખર ગૌરવ લેવા જેવી વાત છે.આમ તો નાનપણથી કંઈક કરવું છે તે વિચાર સતત મગજમાં દોડધામ કરે અને તેથી જીવનમાં સફળતા માટે વારાફરતી વારા ડગલા માંડતો ગયો અને સફળતાના શિખરોસર કરતો ગયો.એક સર્જક તરીકે લોકો સુધી ગુજરાતી સાહિત્ય પહોંચાડવાનો વિચાર આવ્યો અને શરૂઆત કરી -
"Good Morning Gujarat With Ravi Dangar" નામના કાર્યક્રમની.


આજે તમે બધાં મને અનહદ વ્હાલ કરો છો તેનો આનંદ છે.આપનું આ વ્હાલ મારા સુધી પહોંચે છે.દરરોજ સવારે શબ્દોની સંગાથે મળવું મને ગમે છે.મને કેટલાય મિત્રોનાં કૉલ/મેસેજીસ મળે છે કે - 'મને સાંભળીને આપની સવાર પણ શુભ સવારમાં પરીણમે છે!' તે જાણીને હું પણ ખુબ જ ખુશ છું.આજે મોરબીથી મુંબઈ,અમદાવાદથી અમેરીકા, ઇંદૌર થી ઇંગ્લેન્ડ,ચોટીલા થી લઈને ચેન્નાઈ,કચ્છ થી લઈને કત્તાર,સુરતથી લઈને સાઉથ આફ્રિકા,અમરેલીથી લઈને ઓમાન આમ માત્ર ગુજરાતમાં જ નહી પરંતુ, ગુજરાત બહાર વસતા ગુજરાતીઓ પણ મને દૂર રહી ભીતરથી માણે છે તેનો અનહદ આનંદ છે.

GOOD MORNING GUJARAT...
                                         WITH RAVI DANGAR
           "સાંભળો ગુજરાતી 🎧 સંભળાવો ગુજરાતી"

આપના વોટ્સએપ પર દરરોજ સવારે 'ગુડ મોર્નિંગ ગુજરાત વિથ રવિ ડાંગર' દરરોજ સાંભળવા માટે વોટ્સએપ નંબર 8140411557 પર પોતાનું નામ અને શહેર લખીને મોકલો અને 'ગુડ મોર્નિંગ ગુજરાત વિથ રવિ ડાંગર'નાં એપિસોડ યુ-ટ્યુબ પર પણ સાંભળી શકો છો તે માટે મારી યુ-ટ્યુબ ચેનલ છે RJ Ravi Dangar તથા આપ મારી યુ-ટ્યુબ ચેનલ Subscribe પણ કરી શકો છો જેથી મારા વિડીયોની માહીતી પણ આપને મળતી રહે.

- રવિ ડાંગર (મોરબી)

No comments:

Post a Comment