ગીત / Song

સાજન આજ અષાઢી બીજ છે !

ઊંચે જો આકાશે સાજન આજ અષાઢી બીજ છે,
સમણાં પુરા થાશે સાજન આજ અષાઢી બીજ છે.

આંખોમાં લઈ અજવાળા દર્શન કરું છું માઁ તારા,
બસ તું વરસાવજે કાયમ મારા પર પ્રેમધારા,
ગીત પણ સૌ ગાશે સાજન આજ અષાઢી બીજ છે.

જગન્નાથનાં ચરણોમાં હું દિલથી વંદન કરું છું,
બાળક બની પ્રભુ પાસે પ્રેમથી પ્રસાદ ધરું છું.
હાથ મળાવા આવશે સાજન આજ અષાઢી બીજ છે.

ઢોલ,નગારા,ત્રાસા સાથે શંખનાદ વાગશે,
ચાલતાં-ચાલતાં સાથે બધાની પ્રભુ આવશે.
ફૂલ સૌ વરસાવશે સાજન આજ અષાઢી બીજ છે.
                             - રવિ ડાંગર  (મોરબી)
        

No comments:

Post a Comment