જીવનમાં 'રવિ' બનવું સહેલું નથી ! ખુદને સાબિત કરવા સંઘર્ષ કરવો પડે તે વાત તો બરાબર છે.પરંતુ, રવિને ઉગવા આકાશ પણ જોઈએ.આવું આકાશ આપે છે અર્જુનભાઈ ડાંગર,શૈલેષભાઈ પંડ્યા અને તેનાં જેવા દરેક ગુજરાતી.
ફેસબુક પર જે તે ક્ષેત્રે વિશેષ ઉપલબ્ધિ હાંસલ કરનાર વ્યક્તિને બિરદાવવાનું અનોખું કામ કરી રહ્યા છે -રાજકોટમાં રહેતા અર્જુનભાઈ ડાંગર અને શૈલેષ ભાઈ પંડ્યા.દોસ્તો ! અત્યાર સુધીમાં અનેક હસ્તીઓને પોતાની આ શ્રેણીમાં સ્થાન આપી ચુક્યા છે.ખાસ કરીને કોઈ માણસની કદર કરીએ ત્યારે તે માણસને સૌથી મોટો એવોર્ડ મળ્યાનો અહેસાસ થતો હોય છે.કોઈ માણસ પૈસાનો નહીં પણ બધાનાં પ્રેમનો ભૂખ્યો હોય છે.અર્જુનભાઈ અને શૈલેષભાઈ એ મને જણાવ્યું કે અમે જેટલા લોકોનો #મળવાજેવામાણસ માં સમાવેશ કર્યો છે તેમાં આપ સૌથી નાના છો ! ઉંમરમાં હું હજુ 18 વર્ષનો જ છું.દોસ્તો ! આપનું આ વ્હાલ અને આશીર્વાદ મળે છે તેનો આનંદ છે.
ખાસ કરીને અર્જુનભાઈ તથા શૈલેષભાઈ બંન્ને ખુબ ખુબ અભિનંદન કે તેઓ આ ભગીરથ કામ કરી રહ્યા છે.કદાચ આપનો આભાર માનવા બેસું તો આ શબ્દોય ટૂંકા પડે !
#મળવાજેવામાણસ માં અર્જુનભાઈ ડાંગર અને શૈલેષભાઈ પંડ્યા બીજા લોકોની સાથે આપણને રૂબરૂ કરાવે છે પણ સાચું કહું તો આ બંન્ને ખરા અર્થમાં મળવા જેવા માણસ છે.
અર્જુનભાઈ એ પોતાની વૉલ પર કરેલી પોસ્ટ અને તે મુલાકાત અહીં પોસ્ટ કરું છું :
#મળવાજેવામાણસ...
રવિભાઇ જગદિશભાઈ ડાંગર...મૂળ ભણસાલ બેરાજા (જામનગર) અને હાલ મોરબી રહેતા Ravi Dangar ને મળવાનું થયું...હું અને મારા મિત્ર Shailesh Pandya એ રવી ને મળવાનું નક્કી કર્યું રવી હાલ ધમસાણીયા કોલેજ માં એસ.વાય.બી.કોમ.કરે છે અમે ફોન કરીને મળવાની ઈચ્છા વ્યક્ત કરી તો તુરંત ઉમળકાભેર મળવા આવી પહોંચ્યો ...
નાનપણથી જ કવિતા લખવાનો અને રજૂ કરવાનો શોખ પણ ઉમર ખૂબ નાની હોવાથી સામે વાળા માણસ આ નન્હા સા કલાકાર ને મંચ આપતા હીચકીચાટ અનુભવતા , પણ આપણા આ રવિભાઈ ની કલા એટલી પાંગળી નહોતી કે મંચ વગર મુરજાઈ જાય ..!!! નાનકડાં આ કલાકારે પોતાની કલા ને પોતાની રીતે રજૂ કરવાનો નિર્ણય લીધો...અને આશરો લિધો સોશિયલ મીડિયાનો , "ગુડ મોર્નિંગ ગુજરાત વિથ રવી ડાંગર" ના નામથી વોટ્સએપ ગ્રુપો બનાવી ને લોકોને જોડતા ગયા અને આજે માત્ર ગુજરાત જ નહીં દેશ વિદેશમાં લગભગ પચાસ હજાર (Listener) સાંભળનારા છે.."ગુડ મોર્નિંગ ગુજરાત વિથ રવિ ડાંગર" માં તેઓ પ્રસિદ્ધ કવિઓ ની રચનાઓ રજુ કરે છે જેમાં મોરબીના કવિશ્રી કાયમ હજારી સાહેબ , ડો.ભાવેશભાઈ જેતપરિયા ,કિરીટભાઈ ગૌસ્વામી , અશ્વિનભાઈ બરાસરા , ગઝલ સિંગર મકબુલ વાલેરા જેવી હસ્તીઓ ને સ્થાન આપી ચુક્યા છે તદુપરાંત સમાજ માટે કંઈક કરી છૂટ્યા હોય તેવા લોકોને મળી ને તેમની કામગીરી ને પણ આ પ્રોગ્રામ ના માધ્યમ થી બિરદાવે છે ..રવિ દ્વારા વોટ્સએપ માં મૂકવામાં આવતા ઓડીઓ-વિડિઓ કલીપ હાલ ઘણી સ્કૂલોના પ્રાર્થના ખંડ માં પણ સ્થાન મેળવી ચુકી છે ..નિષ્ફળતા ના પથ્થર ને પગથીયું બનાવીને આગળ વધવાની નેમ ધરાવનાર આ કલાકાર અત્યાર સુધીમાં સાઈઠ જેટલી સ્પર્ધામાં વિજેતા થયેલ છે જેમાં નિબંધ સ્પર્ધા , ગઝલ લેખન ,વકતૃત્વ સ્પર્ધા , ગણિત-વિજ્ઞાન પ્રદર્શન , સુ-લેખન સ્પર્ધા ,નાટય અને એકપાત્ર અભિનય અને હાલમાં જ સૌરાષ્ટ્ર યુનિવર્સીટી ના યુથ ફેસ્ટિવલ 2017 માં ગઝલ લેખન અને ડિબેટમાં પ્રથમ તથા પાદ પૂર્તિ સ્પર્ધા માં તૃતિય સ્થાન મેળવી ને હેટ્રિક મારી હતી...તે સિવાય મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી ના હસ્તે રાજ્યના યુવા પ્રતિભા નો એવોર્ડ પણ મળેલ છે , નાની ઉમર માં એક પાકટ કવી ને છાજે એવું વ્યક્તિત્વ નિખારવા બાબતે પૂછ્યું તો તેને મરક મરક હસીને જવાબ આપ્યો કે મહત્વ ગુજરેલા વર્ષો ની સંખ્યાનું નથી , મહત્વ તો જૉમ અને જુસ્સા નું છે , આમ જૉમ અને જુસ્સા થી છલકાતા સૌના લાડકા રવિ ડાંગર ને છેલ્લે છેલ્લે સાયરના અંદાજ માં બે લાઇન બોલવા કહ્યું તો તેણે કહ્યું :-
"અપને દમ પર હમ અપની પ્રતિભા દિખા દેગે ,
ભલે કોઈ ના દે મંચ હમકો,હમ આપના મંચ ખુદ બનલેંગે."
બાલ્યવસ્થા એ હજુ પૂર્ણપણે વિદાય લીધી નથી અને જુવાનીનું જોશ ઉછાળા મારી મારી ને આકાશ ને આંબવા પાંખો વીંજતું હોય એવું રવીને મળી ને મને લાગ્યું ...ઉમર માં ખૂબ નાનો છે એટલે માત્ર રવી કહેવાની છૂટ મેં મારી જાતે જ મેળવી લીધી છે ...ખૂબ જ પ્રગતિ કરે અને દેશ દુનિયામાં નામના મેળવે એવી શુભેચ્છાઓ સાથે ...
રવિભાઈ ને મુલાકાતના સ્મરણ રૂપે મિત્ર Shaileshbhai Pandya એ #મોગરાનીમહેક પુસ્તક ભેટ આપ્યું...
 |
મારી જમણી બાજુએ શૈલેષભાઈ પંડ્યા અને અર્જુનભાઈ ડાંગર |
 |
શૈલેષભાઈ પંડ્યા દ્વારા 'મોગરાની મહેક' પુસ્તક ભેટ આપવામાં આવ્યું. |