Friday 18 January 2019

કરન્ટ અફેર્સ તા. ૧૯/૦૧/૨૦૧૯ | સ્પર્ધાત્મક પરીક્ષા માટે વિશેષ


કરન્ટ અફેર્સ તા. ૧૯/૦૧/૨૦૧૯દિન વિશેષ
19 જાન્યુઆરી જેમ્સ વૉટનો જન્મદિવસ
➡જન્મ: 19 જાન્યુઆરી,1736ના રોજ ગ્રીનોક, ઈંગ્લૅન્ડમાં.
➡તેઓ યાંત્રિક ઇજનેર અને રસાયણશાસ્ત્રી હતા.
➡જેમ્સ વૉટની યાદમાં પાવરનો એકમ 'વૉટ' આપવામાં આવ્યો છે.
➡જેમ્સ વૉટે વરાળયંત્ર ની શોધ કરી, જેના લીધે શરૂઆતમાં રેલગાડી અને આગબોટ ચાલતાં હતાં.
➡અવસાન :25 ઑગસ્ટ 1819 હેન્ડસવર્થ, બર્મિંગહામ, ઇંગ્લેંડ.

ગુજરાત
વાઇબ્રન્ટ ગુજરાત સમિટ-2019નું ઉદ્ઘાટન

➡આ સમિટ ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે યોજવામાં આવી રહ્યું છે.
➡આ નવમું વાઇબ્રન્ટ ગુજરાત સમિટ છે.
➡ 2003માં પ્રથમવાર વાઇબ્રન્ટ ગુજરાત સમિટ યોજાયું હતું.તે વખતે શ્રી નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્યમંત્રી હતા.
➡આ સમિટનું ઉદ્ઘાટન નરેન્દ્ર મોદી કર્યું છે.
➡આ સમીટમાં 15 દેશો પાર્ટનર કન્ટ્રી તરીકે જોડાયા છે જ્યારે 11 જેટલા દેશો વિશ્વના પાર્ટનર ઓર્ગેનાઇઝેશન તરીકે જોડાયા છે.
➡વિશ્વ બૅંકના ઈઝ ઑફ ડુઈંગ બિઝનેસના માપદંડમાં ભારત 65માં ક્રમે પહોંચ્યું છે.

રાષ્ટ્રીય
ઉત્તર પ્રદેશના મુગલસરાય તાલુકાનું નવું નામ 'દીન દયાલ ઉપાધ્યાય તાલુકો’ કરવામાં આવ્યું છે
➡આ તાલુકાનું નવું નામકરણ યોગી આદિત્યનાથે કર્યું છે.
➡યોગી આદિત્યનાથ ઉત્તર પ્રદેશ ના મુખ્યમંત્રી છે.
➡થોડા સમય પહેલાં મુગલસરાય જંક્શન નું નામ 'પંડિત દીનદયાલ ઉપાધ્યાય જંકશન' કરવામાં આવ્યું હતું.
➡આ રેલવે સ્ટેશન વિશ્વનું ચોથું સૌથી વ્યસ્ત રેલવે સ્ટેશન બન્યું.
➡આ રેલવે સ્ટેશન ઉત્તરપ્રદેશનું સૌથી મોટું અને જૂનું રેલવે સ્ટેશન છે.
➡યોગી સરકારે અલાહાબાદનું નામ પર પ્રયાગરાજ કર્યું હતું.અત્યારે પ્રયાગરાજમાં વિશ્વનો સૌથી મોટો મેળો કુંભ મેળો ભરાઈ રહ્યો છે.
ઇન્ડિયા રબર એક્સપો-2019નું ઉદ્ધાટન કરવામાં આવ્યું
➡વાણિજય અને ઉદ્યોગ મંત્રી સુરેશ પ્રભુ એ ઉદ્ઘાટન કર્યું.
➡ઇન્ડિયા રબર એક્સપો-2019 મુંબઈ ખાતે શરૂ થયું હતું.

સક્ષમ-2019 કાર્યક્રમને પેટ્રોલિયમ અને પ્રાકૃતિક ગૅસ મંત્રાલય દ્વારા લોન્ચ કરવામાં આવ્યો છે
➡સક્ષમનું પૂરું નામ 'સંરક્ષણ ક્ષમતા મહોત્સવ' છે.
➡જેનું ઉદ્ધાટન પેટ્રોલિયમ મંત્રી ધર્મેન્દ્ર પ્રધા ને કર્યું છે.

આંતરરાષ્ટ્રીય
ગ્લેન ક્લોઝને 14મા ઓસ્કર વાઇલ્ડ ઍવૉર્ડ માટે પસંદ કરવામાં આવ્યા છે
➡ગ્લેન ક્લોઝ 71 વર્ષીય અભિનેત્રી છે.
➡તેમની જાણીતી ફિલ્મ "ધ વાઇફ" છે.
➡આ ઓસ્કર વાઇલ્ડ ઍવૉર્ડ 14મો ઍવૉર્ડ છે,જે 21 ફેબ્રુઆરી,2019 રોજ યોજાશે.

રમત જગત
ખેલો ઇન્ડિયા યુથ ગેઇમ્સમાં દેવ જાવિયાએ ગોલ્ડ મેડલ જીત્યો
➡ખેલો ઇન્ડિયા યુથ ગેઇમ્સ પૂણેમાં રમાઈ રહી છે.
➡દેવ જાવિયા ટેનિસ રમત સાથે જોડાયેલા છે.
➡દેવ જાવિયાએ યુથ ગેઇમ્સમાં અંડર-17ની કેટેગરી માં ગોલ્ડ મેડલ જીત્યો છે.
➡દેવ જાવિયાએ ફાઇનલમાં મહારાષ્ટ્રના આર્યન ભાટિયા ને હરાવ્યા છે.
➡ખેલો ઇન્ડિયા યુથ ગેઇમ્સમાં મહારાષ્ટ્ર અત્યારે સૌથી વધારે મેડલ જીતી ટૉપ પર છે. જ્યારે ગુજરાત નવમા ક્રમ પર છે.
ભારતે ઓસ્ટ્રેલિયાની ધરતી પર વન-ડે સિરીઝ જીતી
➡ભારતે ઓસ્ટ્રેલિયા ની ધરતી પર પ્રથમવાર વન-ડે સિરીઝ જીતી લીધી છે.
➡જેમાં લેગ સ્પિનર યૂઝવેન્દ્રસિંહ ચહલે 42 રનમાં છ વિકેટ ઝડપી હતી.
➡આ મૅચમાં ઓસ્ટ્રેલિયાએ 230 રનનો ટાર્ગેટ આપ્યો હતો.
➡મહેન્દ્રસિંહ ધોનીને મેન ઑફ ધ સિરીઝ જાહેર કરાયો હતો.
➡જ્યારે ચહલને મેન ઑફ ધ મૅચ જાહેર કરાયો છે.

No comments:

Post a Comment