Monday 21 January 2019

કરંટ અફેર્સ તા. ૨૧/૦૧/૨૦૧૯ | સ્પર્ધાત્મક પરીક્ષા માટે વિશેષ | Daily Current Affairs For Competitive Exams



Daily Current Affairs For Competitive Exams In Gujarati

કરંટ અફેર્સ તા. ૨૧/૦૧/૨૦૧૯
દિન વિશેષ 

21 જાન્યુઆરી કવિ દલપતરામનો જન્મ દિવસ
➡જન્મ :21 જાન્યુઆરી, 1820 વઢવાણ, સુરેન્દ્રનગર જિલ્લો, ગુજરાત, ભારત.
➡તેમનું પૂરું નામ :કવિ દલપતરામ ડાહ્યાભાઈ તરવાડી છે.
➡ગુજરાતી સાહિત્યના પુનરોદ્ધારક કવિ દલપતરામનું નામ અગ્રગણ્યોમાં છે.
➡તેમની પ્રથમ કવિતા 'બાપાની પીંપર' (1845) હતી, જે અર્વાચીન ગુજરાતી સાહિત્યની પ્રથમ કાવ્યકૃતિ હતી.
➡તેઓ ગુજરાત વર્નાક્યુલર સોસાયટીમાં મંત્રી તરીકે રહ્યા હતા.
➡તેમણે 1855 –બુદ્ધિપ્રકાશ સામયિકનું સંપાદન કર્યું હતું.
➡ગુજરાતી ભાષાનું પ્રથમ કરુણાંત કાવ્ય “ફાર્બસ વિરહ” દલપતરામે લખ્યું છે.
➡અર્વાચીન ગુજરાતી ભાષાનું પ્રથમ દેશભક્તિ દાખવતું ગીત ‘હુન્નર ખાનની ચઢાઈ’ તેમના દ્વારા લખવામાં આવ્યું છે.
➡દલપતરામનું પ્રખ્યાત સાહિત્ય “હડુલા” સાહિત્ય છે જેનો અર્થ થાય છે પ્રાસવાળાં જોડકણાં.
➡દલપતરામને ‘રૂડી ગુજરાતી રાણીના વકીલ’ તરીકે ઓળખવામાં આવે છે.
➡અવસાન :25 માર્ચ, 1898 અમદાવાદમાં.

ગુજરાત
વાઇબ્રન્ટ સમિટનું સમાપન
➡તેમાં 135 દેશોએ ભાગ લીધો હતો, અને 15 હજાર કરોડનાં MOU થયાં હતાં.
➡જે ગાંધીનગર ખાતે ત્રણ દિવસ સુધી વાઈબ્રન્ટ ગુજરાત સમિટ યોજાય હતી.
➡આ વાઇબ્રન્‍ટ ગુજરાત ગ્‍લોબલ સમિટ-2019ની નવમી સમિટ હતી.
➡ 2019માં પહેલી વખત ગુજરાત સાથે 15 ભાગીદાર દેશો જોડાયેલા છે.
➡આ સમિટ દરમિયાન જુદા જુદા બાવીસ સેમિનાર અને છ સ્ટેટ સેમિનાર યોજાયા હતા.
➡આ સમિટમાં 135 દેશોના પ્રતિનિધિઓ ભાગ લીધો હતો.

રાષ્ટ્રીય
મુંબઈ ખાતે ઇન્ડિયા સ્ટીલ 2019 એક્સ્પોનું આયોજન કરવામાં આવશે
➡આ ચોથો ઇન્ડિયા સ્ટીલ એક્સ્પો છે.
➡જેનું આયોજન FICCI કરશે.
➡FICCI : Federation of Indian Chambers of Commerce and Industry
➡ FICCIની સ્થાપના : 1927.
➡ FICCIના સ્થાપક : ઘનશ્યામદાસ બિરલા.
➡ FICCIનું હેડ ક્વાર્ટર : નવી દિલ્હીમા છે.
➡ FICCIના હાલના પ્રેસિડેન્ટ : સંદિપ સોમની

આંતરરાષ્ટ્રીય
માનવ અધિકારો માટે દુનિયામાં પહેલી ટીવી ચેનલ લૉન્ચ કરવામાં આવી છે
➡આ ટીવી ચેનલ લંડનમાં લૉન્ચ કરવામાં આવી છે.
➡જે માનવ અધિકારો વિશે માહિતી આપશે તથા અધિકારોથી દર્શકોને માહિતગાર કરશે.
➡આચેનલ IOHRએ લોન્ચ કરી છે.
➡IOHR : ઇન્ટરનૅશનલ ઓબ્ઝર્વેટરી ઑફ હ્યુમન રાઇટ્સ.
➡જે યુરોપ અમેરિકા જેવા 20 દેશોમાં પ્રદર્શિત કરવામાં આવશે.
➡ 10 ડિસેમ્બરને માનવ અધિકાર દિવસ તરીકે ઊજવવામાં આવે છે.
પ્રવિન્દ કુમાર જુગનોથ એક સપ્તાહની ભારતની મુલાકાતે નવી દિલ્હી આવ્યા છે
➡તેઓ મોરેશિયસના પ્રધાનમંત્રી છે.
➡તેઓ ભારતીય મૂળના છે.
➡તેઓ પ્રવાસી ભારતીય દિવસમાં ભાગ લેવા વારાણસી જશે.
➡જેમાં નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કર્યા બાદ ગંગાની આરતી ઉતારશે.
➡તેઓ વિદેશમંત્રી સુષ્મા સ્વરાજ તથા રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ વગેરેની મુલાકાત લેશે.
➡મોરેશિયસના પ્રધાનમંત્રી પ્રજાસત્તાક દિવસે મુંબઈમાં યોજાનારી પરેડમાં હાજર રહેશે.
➡મોરેશિયસની રાજધાની પોર્ટ લુઈસ છે.
➡અત્યારે પણ ઘણા લોકો ખાંડને ‘મોરસ’ કહે છે;પહેલાંના સમયમાં ખાંડ મોરેશિયસથી આવતી હતી તેથી તેને મોરસ કહે છે.

રમત-ગમત 
ખેલો ઇન્ડિયા યુવા રમતોત્સવમાં માનુષ શાહ અને ઈશાન હિંગોરાનીએ સુવર્ણચંદ્રક જીત્યો
➡આ બન્ને ખેલાડીઓ ગુજરાતના વતની છે.
➡ખેલો ઇન્ડિયા યુવા રમતોત્સવ પૂણે ખાતે યોજાયો હતો.
➡આ બન્ને ખેલાડીઓ ટેનિસની રમત સાથે જોડાયેલા છે.
➡માનુષ શાહે પશ્ચિમ બંગાળના અનિર્બનને છેલ્લા રાઉન્ડમાં હરાવ્યો હતો.
ખેલો ઇન્ડિયા ગેઇમ્સમાં મહારાષ્ટ્ર ચૅમ્પિયન રહ્યું
➡આ સ્પર્ધા પૂણે ખાતે યોજાઈ હતી.
➡જેમાં મહારાષ્ટ્ર કુલ 228 મેડલ સાથે પ્રથમ નંબર પર રહ્યું.
➡આ ગેઇમ્સમાં મહારાષ્ટ્રે 85 ગોલ્ડ અને 62 સિલ્વર મેડલ તથા81 બ્રોન્ઝ મેડલ સાથે 228 મેડલ જીત્યા છે.
➡હરિયાણા 62 ગોલ્ડ,56 સિલ્વર અને 60 બ્રોન્ઝ મળીને કુલ 178 મેડલ સાથે બીજા સ્થાને રહ્યું છે.
➡જ્યારે દિલ્હી 48 ગોલ્ડ,37 સિલ્વર તથા51 બ્રોન્ઝ મળીનેકુલ 136 મેડલ સાથે ત્રીજા સ્થાને રહ્યું છે.
➡ગુજરાત 15 ગોલ્ડ,9 સિલ્વર,15 બ્રોન્ઝમળીને કુલ 39 મેડલ સાથે આઠમા સ્થાને રહ્યું છે.
➡ગેઇમ્સના સમાપન સમયે કેન્દ્રીય માનવ સંસાધનમંત્રી પ્રકાશ જાવડેકર અને મહારાષ્ટ્રના રમતગમતમંત્રી વિનોદ તાવડે દ્વારા ખેલાડીઓને ટ્રોફી આપવામાં આવી હતી.
➡ 2018માં ખેલો ઇન્ડિયા ગેઇમ્સમાં હરિયાણા ચૅમ્પિયન હતું.
અંકિતા રૈનાએ સિંગાપુરમાં સિઝનનું પ્રથમ ટાઇટલ જીત્યું
➡તે ટેનિસ ખેલાડી છે.
➡જે સિંગાપુરમાં 25 હજાર ડૉલરની સ્પર્ધામાં પ્રથમ રહી.
➡જેણે નેધરલેન્ડની ખેલાડી આરાંત્ઝા રસને હરાવી હતી.
➡ગત વર્ષે પણ ગ્વાલિયર અને નોનથાબુરીમાં 25000 ડૉલર ઈનામવાળી ટ્રોફીતેણે જીતી હતી.

No comments:

Post a Comment