Sunday 20 January 2019

કરન્ટ અફેર્સ તા. ૨૦/૦૧/૨૦૧૯ | સ્પર્ધાત્ક પરીક્ષા માટે વિશેષ



Daily Current Affairs For Competitive Exams

કરન્ટ અફેર્સ તા. ૨૦/૦૧/૨૦૧૯
દિન વિશેષ
20 જાન્યુઆરી ખાન અબ્દુલ ગફાર ખાનનો નિર્વાણ દિવસ
➡ જન્મ : 6 ફેબ્રુઆરી 1890ના રોજ પાકિસ્તાનમાં
➡ તેમને 'સરહદના ગાંધી' તરીકે પણ ઓળખાય છે.
➡ તેઓ ભારતીય ઉપખંડમાં બ્રિટિશ શાસન વિરુદ્ધ જદોજહેદમાં અહિંસાના પ્રયોગ માટે જાણીતા છે.
➡ તેઓ શાંતિવાદી અને ધર્મનિષ્ઠ મુસલમાન હતા.
➡ એક સમયે તેમનું સ્વપ્ન સંયુક્ત, સ્વતંત્ર અને ધર્મનિરપેક્ષ ભારત હતું,
➡ આ માટે તેમણે 1920માં 'ખુદાઈ ખિદમતગાર' નામે સંગઠનની સ્થાપના કરી હતી, આ સંગઠન લાલ કુડતી કે બાદશાહ નામોથી પણ ઓળખતું હતું.
➡ તેમને 1987માં ભારત રત્ન ઍવૉર્ડ આપવામાં આવેલ.
➡ અવસાન: 20 જાન્યુઆરી, 1988, પેશાવર, પાકિસ્તાનમાં થયું હતું.

ગુજરાત
PM શ્રી નરેન્દ્ર મોદીએ એલ એન્ડ ટી શસ્ત્ર પ્રણાલી ઉત્પાદન સંકુલને રાષ્ટ્રને સમર્પિત કર્યું
➡ આ શસ્ત્ર પ્રણાલી ઉત્પાદન સંકુલ ગુજરાતમાં હજીરા ખાતે આવેલ છે.
➡ આ સંકુલમાં K-9 વજ્ર ટેન્ક નામની 100 હોવીત્ઝર તોપોનું ઉત્પાદન કરશે.
➡ K-9 વજ્ર ટેન્ક 50 કિમી સુધીનું નિશાન બનાવી શકે છે, જેમાં 15 સેકન્ડમાં 3 ગોળા ફેંકી શકે છે.
➡ K-9 વજ્ર ટેન્કની ઓપરેશન રેન્જ 480 કિ.મી ની છે.
➡ અગાઉની બોફોર્સ ટેન્ક એક્શનમાં આવતા પહેલા પાછળ જતી હતી પણ k9 વજ્ર ટેન્ક ઓટોમેટીક છે.
➡ આ સંકુલનું નિર્માણ મેક ઈન ઈન્ડિયા કાર્યક્રમ અંતર્ગત કરાયું છે.
GCCI દ્વારા ગ્લોબલ કોન્કલેવ ઓફ ઇન્ટરનેશનલ ચેમ્બરનું આયોજન
➡ GCCI વૈશ્વિક ચેમ્બરનું ઇન્ડિયા ચેપ્ટર સ્થાપશે.
➡ GCCI : ગુજરાત ચૅમ્બર ઑફ કૉમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી ઇન્ડિયા
➡ ઉદ્યોગ સામેના પરકાર સમજવા તથા ઝડપથી વૃદ્ધિ કરવા માટે આ ચેમ્બરનું નિર્માણ કરવામાં આવ્યું છે.
➡ વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટના બીજા દિવસે જ ગ્લોબલ કોન્કલેવ ઓફ ઇન્ટરનેશનલ ચેમ્બરનું આયોજન થયું હતું.s
➡ આ આયોજનમાં 39 આંતરાષ્ટ્રીય ચેમ્બરના 120 પ્રતિનિધિઓ ભાગ લીધો હતો, જ્યારે 24 રાષ્ટ્રીય ચેમ્બરના 40 પ્રતિનિધિઓ હાજર રહ્યા હતા.
➡ જેમાં 27 ગ્લોબલ સાથે MOU કરાર થશે.
➡GCCIના પ્રમુખ જૈમિન વસા છે.

રાષ્ટ્રીય
આજે ડિફેન્સ ઇન્ડસ્ટ્રીયલ કોરિડોરનું ઉદ્ઘાટન
➡ ડિફેન્સ ઇન્ડસ્ટ્રીયલ કોરિડોર ઉદ્ઘાટન સંરક્ષણ મંત્રી નિર્મલા સીતારામણ તમિલનાડુ ખાતે કરશે.
➡ આ કાર્યક્રમ અંતર્ગત સરક્ષણ ક્ષેત્રના ત્રણ સમજૂતી કરાર પર હસ્તાક્ષર કરશે.
➡ ત્યારબાદ ત્રીચીથી વિડિયો કોન્ફરન્સ દ્વારા કોઈમ્બતૂર ખાતે ડિફેન્સ ઇનોવેશન હબનું ઉદ્ઘાટન કરશે.
➡ તમિલનાડુનો ડિફેન્સ ઇન્ડસ્ટ્રીયલ કોરિડોર એ અલીગઢ પછીનો દેશનો બીજો કોરિડોર બનશે.
અરુણાચલ પ્રદેશમાં ડીફો પુલનું ઉદ્ધાટન કરવામાં આવ્યું
➡ આ પુલ અરુણાચલ પ્રદેશની દિબાંગ ઘાટીમાં આવેલો છે
➡ જેનો ઉદ્ધાટન રક્ષા મંત્રી નિર્મલા સીતારમણે કર્યું છે.
➡ આ પુલ 426 મી. લાંબો છે.
➡ આ પુલ ચિપૂ નદી પર આવેલ હોવાથી તેને 'ચિપૂ પુલ' તરીકે પણ ઓળખવામાં આવે છે.


આંતરરાષ્ટ્રીય
7મી ASEAN-ભારત પર્યટન મંત્રીઓની બેઠક વિયતનામ ખાતે યોજાઇ હતી.
➡ આ બેઠકમાં ભારતમાંથી પર્યટન મંત્રી શ્રી કે.જે. આલફોન્સ ભાગ લીધો હતો.
➡ ASEAN : Association of Southeast Asian Nations.
➡ ASEANની સ્થાપના : 8 ઓગસ્ટ 1967માં.
➡ ASEANનું હેડ ક્વાર્ટર જકાર્તા માં છે, જકાર્તા ઇંડોનેશિયાની રાજધાની છે.
➡ ASEANમાં 10 દેશો નો સમાવેશ થાય છે.
➡ ASEANના સેક્રેટરી જનરલ લિમ જોક હોઇ છે.
સ્ટીફન લોફવેન સ્વીડનના પ્રધાનમંત્રી તરીકે ચૂંટાયા
➡ જેઓ સ્વીડન ના બીજીવાર પ્રધાનમંત્રી તરીકે ચૂંટાઈ આવ્યા છે.
➡ સ્વીડનની રાજધાની સ્ટોકહોમ છે.
➡ સ્વીડનનું ચલણ સ્વીડિશ ક્રોના છે.

રમત-ગમત 
સાઇના નેહવાલની કેરોલીના મરીન સામે સતત બીજી હાર થઈ
➡ સાઇના નેહવાલ બેડમિન્ટન રમત સાથે જોડાયેલા છે.
➡ આ હારથી સાઈના નેહવાલ મલેશિયા માસ્ટરની ફાઇનલ સ્પર્ધામાંથી બહાર થઇ ગઇ છે.
➡ વર્લ્ડ ચેમ્પિયન કેરોલીના મરીન સ્પેન દેશની બેડમિન્ટન ખેલાડી છે.

3 comments: