Monday 4 February 2019

કરંટ અફેર્સ તા. ૦૪/૦૨/૨૦૧૯ | સ્પર્ધાત્મક પરીક્ષા માટે વિશેષ | Daily Current Affairs For Competitive Exams



દિન વિશેષ 

4 ફેબ્રુઆરી ભીમસેન જોશીનો જન્મ દિવસ 

➡જન્મ: 4 ફેબ્રુઆરી, 1922ના રોજ ભારતના કર્ણાટક રાજ્યના ગડગમાં થયો હતો.
➡હિંદુસ્તાની શાસ્ત્રીય સંગીત પરંપરાના તેઓ એક ભારતીય ગાયક હતા.
➡ 1998માં તેમને સંગીત નાટક અકાદમી અભિછાત્રવૃત્તિથી નવાજવામાં આવ્યા હતા, જે સંગીત નાટક અકાદમી દ્વારા અપાતું સર્વોચ્ચ સન્માન છે.
➡2008માં તેમને ભારતના સર્વોચ્ચ નાગરિક સન્માન ‘ભારતરત્ન’ વડે નવાજવામાં આવ્યા.
➡તેમણે એક કન્નડ-અંગ્રેજી શબ્દકોષ પણ લખ્યો હતો. 
➡ભીમસેન જોશી ભૈરવ અને ભીમપલાસી રાગ ગાઈ શકતા હતા.
➡ અવસાન: 24 જન્યુઆરી, 2011.

4 ફેબ્રુઆરીને શ્રીલંકા સ્વાતંત્ર્ય દિવસ તરીકે ઊજવે છે 
➡ 4 ફેબ્રુઆરી, 1948ના રોજ બ્રિટિશ શાસનમાંથી શ્રીલંકા સ્વતંત્ર થયું હતું.
➡ શ્રીલંકાને 1972 સુધી સિલોન તરીકે ઓળખવામાં આવતું હતું. 
➡ શ્રીલંકાનું સૌથી મોટું શહેર કોલંબો છે.
➡ શ્રીલંકાની રાજધાની : શ્રી જયવર્ધનાપુરા-કોટ્ટે 
➡ રાષ્ટ્રપતિ : મૈત્રીપાલા સિરીસેના 
➡ પ્રધાનમંત્રી : રાનિલ વિક્રમ સિંઘે 

ભારત 
દવા પર ભાવ દેખરેખ અને સંશોધન એકમ સ્થાપિત કરનાર કેરળ પહેલું રાજ્ય બન્યું 

➡ આ એકમ ઔષધિમૂલ્ય નિયંત્રણ હેઠળ DPCOની સ્થાપવામાં આવ્યું છે.
➡ DPCO : Drugs Price Control Order 
➡ જેના અધ્યક્ષ રાજયના સ્વાસ્થ્યસચિવ રહેશે.
➡ નૅશનલ ફાર્માસ્યુટિકલ પ્રાઇસિંગ ઓથોરિટીએ 5 વર્ષ પહેલાં કેન્દ્ર અને કેન્દ્રશાસિત પ્રદેશ માટે આ પ્રકારના એકમની સ્થાપના કરવા ભલામણ કરી હતી.

4 ફેબ્રુઆરીના રોજ રાષ્ટ્રીય સડક સુરક્ષા સપ્તાહની શરૂઆત કરવામાં આવી છે 
➡ જેમાં પ્રાઇવેટ સેક્ટરની કંપનીઓ રોડ પરની સલામતી વિશે લોકો અને વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપશે.
➡ ગાંધીજીની 150મી જન્મજયંતી નિમિત્તે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.
➡ 2019નું રાષ્ટ્રીય સડક સુરક્ષા સપ્તાહ 30મું છે.


નીતિ આયોગે 'ખાવા માટે જીવતા' સમુદાય માટે એક પેનલની શરૂઆત કરી છે 

➡ 'ખાવા માટે જીવતા' એટલે એવા લોકો કે જેમને ખાવા માટે અલગ અલગ જગ્યાએ ભમવું પડતું હોય. તેવા લોકો માટે નીતિ આયોગે એક પેનલની શરૂઆત કરી છે.
➡ NITI : National Institution for Transforming India 
➡ NITIની સ્થાપના :1 જાન્યુઆરી, 2015, 4 વર્ષ પહેલાં 
➡ NITIનું મુખ્ય મથક : દિલ્હી 
➡ 2015 પહેલાં NITI આયોગ આયોજન પંચ તરીકે ઓળખાતું હતું

વિશ્વ 
ઉત્તર મેસેડોનિયા NATOનો 30મો સભ્ય બન્યો 

➡ NATO : North Atlantic Treaty Organization 
➡ NATOની સ્થાપના : 4 એપ્રિલ, 1949. 
➡ NATOનું મુખ્ય મથક : બ્રસેલ્સ, બેલ્જિયમ 
➡ 6 ફેબ્રુઆરી, 2019ના રોજ બ્રુસલેસ ખાતે ઉત્તર મેસેડોનિયા નાટોના પ્રોટોકોલ પર હસ્તાક્ષર કરશે.
➡ NATOના સેક્રેટરી જનરલ જેન સ્ટોલ્ટેનબર્ગ છે.
➡ મેસેડોનિયા યુરોપ મહાદ્વીપમાં સ્થિત એક દેશ છે.
➡ મેસેડોનિયાની રાજધાની સ્કોપ્જે છે.

ખેલ જગત 
ન્યૂઝિલેન્ડમાં ભારતનો સૌથી મોટો શ્રેણી વિજય 

➡પાંચમી વન-ડેમાં ભારતીય ટીમે 35 રને વિજય મેળવ્યો છે.
➡ આ વિજય ભારતે ન્યૂઝિલેન્ડ સામે 4-1થી મેળવ્યો છે.
➡ જેમાં અંબાતી રાયડુ 90 રન બનાવી મેન ઑફ ધ મૅચ બન્યો.
➡ મોહંમદ શમી નવ વિકેટ ઝડપી મેન ઑફ ધ સિરિઝ બન્યો.
➡ આ પહેલાં ભારતે 2009માં ન્યૂઝિલેન્ડને તેની ધરતી પર પાંચ મૅચની સિરિઝમાં 3-1થી જીત મેળવી હતી.
➡ હાર્દિક પંડ્યાએ પાંચમી વખત ત્રણ બૉલમાં ત્રણ છગ્ગા ફટકાર્યા.


દરરોજ કરન્ટ અફેર્સ મેળવવા માટે વોટ્સએપ નંબર  8140411557 પર પોતાનું નામ અને શહેર લખી મોકલો.

No comments:

Post a Comment