Friday 1 February 2019

કરંટ અફેર્સ તા. ૦૧/૦૨/૨૦૧૯ | સ્પર્ધાત્મક પરીક્ષા માટે વિશેષ | Daily Current Affairs For Competitive Exams



કરન્ટ અફેર્સ તા. ૧/૦૨/૨૦૧૯

દિન વિશેષ 

1 ફેબ્રુઆરી કવિ વેણીભાઈ પુરોહિતનો જન્મ દિવસ 

➡જન્મ :1 ફેબ્રુઆરી, 1916ના રોજ જામખંભાળિયામાં થયો હતો.
➡તેમણે ‘પ્રજાબંધુ’ અને ‘ગુજરાત સમાચાર’માં પત્રકાર તરીકે કામ કર્યું હતું.
➡તેમણે ‘અખાભગત’ના ઉપનામથી ‘જન્મભૂમિ’ માં કટાક્ષ-કટાર ચલાવી હતી.
➡ઉમાશંકર જોષી તેમને ‘બંદો બદામી’ કહેતા.
➡ગુજરાતી ચલચિત્ર 'કંકુ' નાં ગીતો તેમનાં લખેલાં છે.
➡ 'કંકુ' એ 1969માં નિર્મિત ગુજરાતી સામાજિક નાટ્યાત્મક ફિલ્મ છે. 
➡આ ફિલ્મને 17મા રાષ્ટ્રીય ફિલ્મ મહોત્સવમાં સર્વોત્તમ ગુજરાતી ફિલ્મનો ખિતાબ મળ્યો હતો.
➡આ ફિલ્મ પન્નાલાલ પટેલની જાણીતી નવલકથા 'કંકુ' પરથી બની હતી. 
➡તેની જાણીતી ગીતપંક્તિ : "તારી આંખનો અફીણી, તારા બોલનો બંધાણી..." 
➡અવસાન:3 જાન્યુઆરી, 1980 મુંબઈમાં.

1 ફેબ્રુઆરી કલ્પના ચાવલાનો નિર્વાણ દિવસ 

➡જન્મ :1 જુલાઈ, 1961,કરનાલ, હરિયાણામાં. 
➡તેઓએક ભારતીય-અમેરિકન અવકાશયાત્રી હતાં. 
➡પ્રથમ તેમણે 1997માં કોલમ્બિયા પર મિશન નિષ્ણાત અને પ્રાથમિક રોબોટિક આર્મ ઓપરેટર તરીકે ઉડાન ભરી. 
➡કલ્પના ચાવલા કોલંબિયા સ્પેસ શટલ દુર્ઘટનામાં માર્યા ગયેલા સાત સભ્યોમાંનાં એક હતાં.
➡1994માં નાસાએ કલ્પનાની અંતરીક્ષયાત્રી તરીકે પસંદગી કરી હતી. 
➡કલ્પના ચાવલા માર્ચ,1995માં નાસાના અવકાશયાત્રી કોર્પ્સ તરીકે જોડાયાં અને 1996માં પ્રથમ ઉડાન માટે પસંદ થયાં હતાં.
➡1લી ફેબ્રુઆરી, 2003ના રોજ ધરતીથી 63 કિલોમીટર દૂર પૃથ્વીના વાતાવરણમાં ફરી પ્રવેશ દરમ્યાન સ્પેસ શટલ કોલમ્બિયા તૂટી પડતાં કલ્પના ચાવલા અને બધા સાત યાનસભ્યોનું ટેક્સાસમાં મૃત્યુ નીપજ્યું હતું.

ભારત 

આજે આઝાદ ભારતનું 13મું વચગાળાનું બજેટ
➡ 1 ફેબ્રુઆરીએ એક્ટિંગ નાણામંત્રી પીયૂષ ગોહેલ રજૂ કરશે. 
➡આમ તો નાણાંમંત્રી અરુણ જેટલી છે પણ તેમની બીમારીને કારણે અત્યારે તેમનો ચાર્જ રેલવે મંત્રી પીયૂષ ગોહેલ સંભાળે છે.
➡વચગાળાનું બજેટ એટલે સરકાર કેટલાક મહિના માટે હિસાબ-કિતાબ રજૂ કરે તો તેને વચગાળાનું બજેટ કહેવામાં આવે છે. બીજા શબ્દોમાં કહીએ તો જે વર્ષમાં લોકસભાની સામાન્ય ચૂંટણી આવતી હોય તે વર્ષમાં વચગાળાનું બજેટ રજૂ કરવામાં આવે છે.
➡ બજેટને વોટ અને એકાઉન્ટ તરીકે પણ ઓળખવામાં આવે છે.
➡પૂર્ણ બજેટ આખા નાણાકીય વર્ષ માટે હોય છે જ્યારે વચગાળાનું બજેટ 3 અથવા 6 મહિના માટે પણ હોઈ શકે છે.
વિશ્વની સૌથી મોટી સાયકલોથોન દિલ્હીમાં સમાપ્ત થઈ
➡સાયકલોથોન એટલે સાઇકલ પર હરીફાઈ.
➡આ સાયકલોથોનનું નામ ‘સ્વસ્થ ભારતયાત્રા’ રાખવામાં આવ્યું હતું.
➡આ યાત્રા 16 ઑક્ટોબર,2018થી શરૂ થઈ અને 27 જાન્યુઆરી,2019ના રોજ પૂર્ણ થઈ છે.
➡આ યાત્રા 104 દિવસ ચાલી હતી.
રાજીવ ચોપડાને NCCના મહાનિર્દેશક તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે
➡NCC : National Cadet Corps
➡ NCCની સ્થાપના અંગેજોના સમયમાં, પરંતુતેકાર્યરત 16 એપ્રિલ, 1948થી થયેલ.
➡ NCCનો મુદ્રાલેખ(motto) : एकता और अनुशासन છે.
➡ NCCનું હેડક્વાર્ટર : દિલ્હી છે.
તાજેતરમાં NMIના નવા સંકુલનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું
➡NMI : નૅશનલ મ્યૂઝિયમ ઇન્સ્ટિટ્યૂટ. 
➡જેનું ઉદ્ઘાટન નોઈડા, દિલ્હી ખાતે પ્રકાશ જાવડેકરે કર્યું હતું. આમ તો નોઈડાએ ઉત્તરપ્રદેશમાં આવે છે. 
➡પ્રકાશ જાવડેકર માનવ સંસાધન મંત્રી છે.
➡ NMIની સ્થાપના :27 જાન્યુઆરી,1989માં થઈ.

વિશ્વ 

યુનેસ્કો દ્વારા આવર્ત કોષ્ટકની150મી વર્ષગાંઠની ઉજવણી 
➡સંયુક્ત રાષ્ટ્રનું વૈજ્ઞાનિક અને સાંસ્કૃતિક સંગઠન યુનેસ્કો છે. 
➡ 19 જાન્યુઆરી,2019ના રોજ યુનેસ્કોએ આ દિવસને આંતરરાષ્ટ્રીય આવર્ત કોષ્ટક 2019 (International year of the periodic table) તરીકે જાહેર કર્યો છે.
➡સૌ પ્રથમ ડમિત્રી મેડલીફે પહેલીવાર 1869માં આવર્ત કોષ્ટક બનાવ્યું હતું.
➡મેડલીફના આવર્ત કોષ્ટકમાં 63 તત્ત્વ પરમાણુ દ્રવ્યના આધારે વર્ગીકૃત કરવામાં આવ્યાં હતાં.
➡છેલ્લે માર્ચ, 2015માં સંશોધનના આધારે ચાર નવાં તત્ત્વોનો ઉમેરો કરવામાં આવ્યો છે.
➡અત્યારે આધુનિક આવર્ત કોષ્ટકમાં કુલ 118 તત્ત્વો છે.
➡ 92 તત્ત્વો કુદરતમાંથી મળે છે; બાકીનાં તત્ત્વો પ્રયોગશાળામાં બનાવવામાં આવ્યાં છે.
➡આધુનિક આવર્ત કોષ્ટકમાં આડી હારોને આવર્ત અને ઉભા સ્તંભને સમૂહ કહે છે.
➡આધુનિક આવર્ત કોષ્ટકમાં 7 આવર્ત અને 18 સમૂહ છે. 
➡જેમાં 18મો સમૂહ નિષ્ક્રિય (ઉમદા) વાયુઓનો સમૂહ છે, જેને કારણે તેની છેલ્લી કક્ષા ઇલેક્ટ્રોનથી સંપૂર્ણ ભરાયેલી હોય છે.

ખેલજગત

ચોથી એક દિવસીય ક્રિકેટ મૅચમાં ભારતનો ન્યૂઝીલેન્ડ સામે પરાજય
➡જેમાં ભારત 92 રનમાં ઑલ આઉટ થઈ ગયું હતું.
➡આ સ્કોર ભારતનો 7મો સૌથી ઓછો વનડે સ્કોર છે.
➡સૌથી ઓછો સ્કોર 2000માં શ્રીલંકા સામે 54 રનનો હતો.
➡છેલ્લી મૅચ રવિવારે વેલિંગ્ટન ખાતે રમાશે.

1 comment:

  1. Chula Casino Site Review ᐈ Bonus Up to $1500 + 200 Free
    Chula Casino Review ⚡️ Welcome Bonus ⭐ Trusted Online Casinos ⚡️ Fast Payouts ⚡️ Fast 홈 카지노 Withdrawals.

    ReplyDelete