Sunday 3 February 2019

કરંટ અફેર્સ તા. ૦૩/૦૨/૨૦૧૯ | સ્પર્ધાત્મક પરીક્ષા માટે વિશેષ | Daily Current Affairs For Competitive Exams


કરન્ટ અફેર્સ તા. ૩/૦૨/૨૦૧૯
દિન વિશેષ 

3 ફેબ્રુઆરી કવિ ચંદ્રકાન્ત શેઠનો જન્મદિવસ
➡જન્મ :3 ફેબ્રુઆરી,1938.કાલોલ, પંચમહાલ.
➡ઉપનામ : આર્યપુત્ર, નંદ સામવેદી, બાલચંદ્ર, દક્ષ પ્રજાપતિ.
➡ગુજરાતી કવિ, વિવેચક, અનુવાદક, સંપાદક અને નિબંધકાર છે.
➡ ‘ઉમાશંકર જોશી’ ઉપર નિબંધ લખી પીએચ.ડી. થયા.
➡ચંદ્રકાન્ત શેઠની પ્રથમ રચના – ‘મૂંગા તે કેમ રહેવું ?’ હતું. તે કુમાર સામાયિકમાં પ્રકાશિત થઈ હતી.
➡ચંદ્રકાન્ત શેઠનું પ્રથમ પ્રકાશિત પુસ્તક – ‘પવન રૂપેરી’ કાવ્યસંગ્રહ.
➡કુમાર સુવર્ણ ચંદ્રક (1964).
➡કુમાર ચંદ્રક કુમાર ટ્રસ્ટ, અમદાવાદ દ્વારા ૧૯૪૪થી આપવામાં આવતો સાહિત્યનો પુરસ્કાર છે.
➡નર્મદ સુવર્ણ ચંદ્રક (1964).
➡રણજિતરામ સુવર્ણ ચંદ્રક (1985).
➡રણજિતરામ સુવર્ણ ચંદ્રક ૧૯મી સદીના પ્રખર સાહિત્યકાર રણજિતરામ મહેતા ની સ્મૃતિમાં એનાયત કરવામાં આવે છે.
➡પ્રથમ રણજિતરામ સુવર્ણ ચંદ્રક 1928 માં ઝવેરચંદ મેઘાણી ને આપવામાં આવ્યો હતો.
➡નરસિંહ મહેતા ઍવૉર્ડ (2005).
➡નરસિંહ મહેતા ઍવૉર્ડ પ્રથમ પુરસ્કાર 1999 માં રાજેન્દ્રશાહ ને આપવમાં આવ્યો હતો.
➡આ પુરસ્કાર “નરસિંહ મહેતા સાહિત્ય નિધિ ટ્રસ્ટ” દ્વારા આપવામાં આવે છે.
➡મુખ્ય રચનાઓ :
1. પવન રૂપેરી (1972)
2. ઊઘડતી દીવાલો (1974).
3. ધૂળમાંની પગલીઓ (1984).


ગુજરાત

મોઢેરા સૂર્યમંદિર ખાતે ઉત્તરાર્ધ મહોત્સવનો પ્રારંભ

➡આ મહોત્સવમાં વિભાવરીબહેન દવે તથા શ્રી જયશ્રીબહેન પટેલ ઉપસ્થિત રહેશે.
➡વિભાવરીબહેન દવે રાજ્ય કક્ષાના શિક્ષણમંત્રી તરીકેની ભૂમિકા ભજવે છે.
➡જયશ્રીબહેન પટેલ સાંસદ છે.
➡આ મહોત્સવમાં ભરતનાટ્યમ્, કથકલી, ઓડિસી નૃત્ય, કથક નૃત્ય, કુચીપુડી વગેરેની રજૂઆત કરવામાં આવશે.
➡ભરતનાટ્યમ તમિલનાડુ રાજ્યનું નૃત્ય છે.

2 ફેબ્રુઆરી,2019ના રોજ 'વિશ્વ જળપ્લાવિત ભૂમિ (વેટલેન્ડ) દિવસ'ની ઉજવણી કરવામાં આવી

➡જેનું થીમ: "જળપ્લાવિત ભૂમિ અને જલવાયુ પરિવર્તન" હતું.
➡જળપ્લાવિત ભૂમિ સમજૂતીને રામસર સમજૂતી પણ કહેવામાં આવે છે.
➡આ સમજૂતી 1971માં ઈરાનના રામસર શહેરમાં કરવામાં આવી હતી.
➡આ ઉજવણી વઢવાણના જળાશય ખાતે વિવિધ કાર્યક્રમ દ્વારા યોજાશે.
➡ગુજરાતનો દરિયાકાંઠો જળપ્લાવિતમાં 35 ટકા ભાગ ધરાવે છે.
➡આ કાર્યક્રમ અંતર્ગત વન સરક્ષણ કચેરી દ્વારા વઢવાણ ખાતેના વિદ્યાર્થીઓને ગાઇડેડ ટુર જેવી સ્પર્ધાનું આયોજન કરવામાં આવશે.

ભારત
ઋષિકુમાર શુક્લ CBIનાનવા નિયામક બનશે

➡જેઓ મધ્યપ્રદેશ કેડરના 1983ની બૅચના IPS અધિકારી છે.
➡જેઓ બે વર્ષ સુધી સંસ્થાના વડા તરીકેની ભૂમિકા ભજવશે.
➡આ પહેલાં મધ્યપ્રદેશ પોલીસના વડા તરીકે તેમણે કાર્યભાર સંભાળ્યો હતો.
➡CBI: Central Bureau of Investigation
➡ CBIની સ્થાપના :1941 સ્પેશિયલ પોલીસ તરીકે.
➡ CBIનો ઉદ્દેશ : ઉદ્યોગ, નિષ્પક્ષતા, અખંડિતતા.
➡ CBIનું મુખ્ય મથક નવી દિલ્હી ખાતે આવેલું છે.
➡IPS : Indian Police Service

સિંધુ નદીની ડોલ્ફિનને પંજાબ રાજ્યનું જળચર જીવ જાહેર કરવામાં આવ્યું

➡પંજાબ સરકાર દ્વારા 1 ફેબ્રુઆરી,2019થી આ જાહેર કરવામાં આવ્યું છે.
➡ડોલ્ફિન માછલીને બીજું "ભૂલન" તરીકે પણ ઓળખવામાં આવે છે.
➡સિંધુ નદીનાં તાજાં પાણીમાં જ ડોલ્ફિન જોવા મળે છે. આ ડોલ્ફિન આંધળી હોય છે.
➡પાકિસ્તાનમાંનીસિંધુ નદીમાં તેની સંખ્યા 1800 જેટલી જ છે.
➡વિશ્વમાં ડોલ્ફિનની સાત પ્રજાતિઓ અને ઉપજાતિઓ જોવા મળે છે.
➡આ ડોલ્ફિનનું વૈજ્ઞાનિક નામ પ્લૈટેનિસ્તા માઇનર છે.

વિશ્વ
સંજીવ રંજનને કોલંબિયામાં ભારતના રાજદૂત તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે

➡જેઓ 1993ની બૅચના IFS અધિકારી છે.
➡IFS : Indian Foreign Service
➡તેઓ હાલમાં આર્જેન્ટિનાના રાજદૂત તરીકે ભૂમિકા ભજવતા હતા.
➡કોલંબિયાની રાજધાની બોગોટા.
➡કોલંબિયાનું ચલણ પેસો છે.

ખેલજગત
સ્મૃતિ મંધાના ICC મહિલા વન–ડે રેન્કિંગમાં નંબર વન બની

➡ન્યૂઝિલેન્ડ સામે સારા પ્રદર્શનને લીધે વન-ડે રેન્કિંગમાં તે નંબર વન બની.
➡સ્મૃતિ મંધાનાએ એલિસે પેરી અને મેંગ લેનિંગ ને પાછળ છોડી છે.
➡ન્યૂઝિલેન્ડ કૅપ્ટન એમી સેથરવેટે દસમા સ્થાનેથી સલાગ કરી ચોથા સ્થાને પહોંચી.
➡જ્યારે મિતાલી રાજ એક સ્થાન પાછળ હતી તે પાંચમા સ્થાને પહોંચી છે.
➡બૉલિંગમાં પાકિસ્તાનની સના મીરે પ્રથમ સ્થાન લીધું છે.

No comments:

Post a Comment